નવી દિલ્હી : દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ એકસાથે જ્યારે સ્ક્રીન પર આવે છે ત્યારે તમામ રેકોર્ડ તુટી જાય છે. હાલમાં આ જોડીએ દિલ્હીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં સ્ટેજ પર 'ખલીબલી'નો ડાન્સ કર્યો ત્યારે ધમાલ મચી ગઈ હતી. આ જોડીનો ડાન્સનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાઇરલ બન્યો છે.
આ ઓરિજનલ ગીતમાં રણવીરના એક્સપ્રેશનના ભારે વખાણ કરવામાં આવ્યા હતા. જોકે સ્ટેજ પર આ ગીતમાં નાજુક અને નમણી દીપિકાએ ખુંખાર એક્સપ્રેશનને આપીને બધાને ચોંકાવી દીધા હતા. આ ગીતની શરૂઆતમાં પહેલાં રણવીરના એક્સપ્રેશન જબરદસ્ત હતા પણ પછી દીપિકાએ પણ એની નકલ કરીને જોરદાર પર્ફોમન્સ આપ્યું હતું. છેલ્લે બંનેએ ખડખડાટ હસીને ડાન્સનો અંત લાવી દીધો હતો.
આ કાર્યક્રમમાં રણવીર અને દીપિકાએ હાલમાં બોલિવૂડમાં ચાલી રહેલા #MeToo આંદોલન વિશે પણ સ્પષ્ટતાપૂર્વક વાત કરી હતી. હકીકતમાં આ આંદોલન કોઈ એક જેન્ડરની લડાઈ નથી પણ જુઠાણા પર સત્યના વિજયની જંગ છે. રણવીર અને દીપિકાની કરિયરની વાત કરીએ તો રણવીર પોતાની ફિલ્મ 'ગલી બોય'ના શૂટિંગમાં વ્યસ્ત છે જ્યારે દીપિકા એક ફિલ્મમાં એસિડ એટેક સર્વાઇવરની ભૂમિકા ભજવી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે